Founder

Founder

શ્રી મથુરદાસ લાલજીભાઈ ગાંધી

સંક્ષિપ્ત જીવન વૃત્તાંત

(ઈ.સ. ૧૮૭૫ - ૧૯૫૭)

શિક્ષક શ્રી લાલજી પિતાંબર જયેષ્ઠ પુત્ર મથુરભાઈ ને શિક્ષણ પ્રત્યે પ્રેમ હોવો એ સ્વાભ હતું. પોતે વર્નાક્યુલર પાસ છતાં અંગ્રેજીનું જ્ઞાન ન હોવાનો મને વસવસો હતો. અંગ્રેજીનું જ્ઞાન તો સાબરકાંઠા ના સ્તરે જ નહિ પણ સમસ્ત ભારતના સ્તરે પોતાની પ્રતિભા દાખવી શક્યા હો. શિક્ષણ ઉપરાંત રાજકીય, સામાજિક અને ધાર્મિક સ્તરે એમનું મોડાસા અને આજુબાજુના પ્રદેશમાં મોટું યોગદાન છે અને તેથી મોડાસા ની અને સાબરકાંઠા પ્રજા મને ગુજરી ગયે પપ વર્ષ થયાં હોવા છતાં આજે પણ મથુર દાદા ના હુલામણા નામથી મને યાદ કરે છે. આપણી સંસ્થાના સવર્ણ જયંતી. પ્રસંગે એના જીવન ચરિત્ર વિશે થોડું જાણીએ.

તેમનો જન્મ ૧૮૭પમાં થયેલો. તેઓ નાનપણથી નીડર હતા. ગણિત એમનો પ્રિય વિષય હતો. સાત ધોરણ સુધી અભ્યાસ (વર્નાક્યુલર ફાઈનલ) શિષ્યવૃત્તિ મેળવી કરેલ. એ જમાના પ્રમાણે પૂરતો અભ્યાસ ગણાતી. એની આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી પણ કુટુંબની આર્થિક પરિસ્થિતિ ને કારણે અને પિતાશ્રીની નાજુક તબિયત ને કારણે જતી કરવી પડી, અને શિક્ષકની નોકરી સ્વીકારી. થોડા વર્ષો બાદ તેમને દેશી રજવાડાના ઠાકોર ને ત્યાં વહીવટી કામદારની નોકરી મળી. એમાં વહીવટી અને કાયદાનું સામાન્ય જ્ઞાન મળ્યું અને તેમની લોકો સાથે કામ લેવાની આવડત અને કનેહને લીધે નામના મેળવી ઈ.સ. ૧૯૦૬ માં મુંબઈ આવીને પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો અને પોતાના ભાઈને શિક્ષક ની નોકરી છોડાવી ધંધામાં જોડાવા આમંત્રણ આપ્યું. ધંધાની શરૂઆતથી જ કમાણીનો ૧૦ટકા ભાગ ધર્મદામાં વાપરતા. તેઓ ઉદાર દિલના હતા અને નાતજાતના ધર્મના ભેદ ભૂલી સર્વ ને મદદ કરતા.

થોડા વર્ષો માં ધંધો જામ્યો એટલે ભાઈને અને એમના દીકરા હરિભાઈ ને ધંધો સોપી પોતે રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લેવા નીકળી પડ્યા. ગાંધીજીની અસર નીચે આવી સ્વદેશી ચળવળમાં ભાગ લીધો. અંગ્રેજ હુકુમત વિરુદ્ધ ના ભાષણો ને લીધે બે વાર જેલમાં જવું પડ્યું. જેલમાં બીજા મોટા નેતા સાથે પરિચય થયો અને ડૉ. રસિકલાલ શાહ નો પણ પરિચય થયો. તેમને મોડાસા આવા કહ્યું. ડૉ. રસિક ભાઈ એ સેવાની ભાવનાથી દવાખાનું શરૂ કર્યું. જે આજે અદ્યતન હૉસ્પિટલ રૂપે સેવા નું કાર્ય કરે છે. દવાખાના માટે એમણે જમીન પણ ફાળવી આપી. મ્યુનિસિપાલીટી લોકલ બોર્ડ, કેળવણી મંડળ વગેરે સંસ્થા માં અગ્રણી બની જનજાગૃતિ અને લોક સેવાનું કામ તેમણે સંભાળ્યું. આ વિસ્તારમાં રાજકીય પ્રવૃત્તિ ના શ્રીગણેશ માનનાર તે હતા. આઝાદી પછી ઈડર સ્ટેટ વિલીનીકરણ માં એમણે મુખ્ય ભાગ ભજવે લો.

સંસ્કૃતના અભ્યાસ માટે પાઠશાળા ખોલી. જ્ઞાતિજનોને ઉત્કર્ષ માટે મંડળ સ્થાપ્યું અને પ્રદેશ માટે મોડાસા પ્રાદેશિક હિતેચ્છુ મંડળ સ્થાપ્યું. હરિજન અને આદિવાસીઓ માટે છાત્રાલય અને શામળાજીમાં આશ્રમશાળા સ્થાપી. ઊંચનીચના ભેદ વગર દરેક જાતિ અને ધર્મના લોકોને એમના ઘરમાં પ્રવેશ મળતો અને મદદ મળતી.

મને પોતાનું સંતાન ન હતું તેથી પોતાના ભાઈ ચુનીભાઈ ના જયેષ્ઠ પુત્ર હરિભાઈને દત્તક લીધેલા. હરિભાઈ એ પણ દાદાના પગલે ચાલી ને મોડાસા જાહેર જીવનમાં ભાગ લીધેલો.

પાછલા વર્ષોમા એમના જીવન અદ્ભુત વળાંક લીધો. પોતે પથરીના રોગથી પીડાતા હતા અને પથારીવશ હતા. આનો ઉપયોગ એમણે આંતર જીવન સુધારવા કર્યો. ગીતા, ભાગવતનો, પુષ્ટિમાર્ગ ના ગ્રંથો નો ઉંડો અભ્યાસ કર્યો.લોકોને પોતાની ભાષામાં સમજાય માટે સારરૂપ લોકગીતા લખી. પોડશગ્રંર્થોનો અનુરૂપ છંદમાં અનુવાદ કર્યો અને કૃષ્ણનું જીવન દર્શન લખ્યું. અનુટુપ છંદ શીખ્યા અને ભજનો પણ લખ્યા. પાછલી જિંદગી પ્રભુ સ્મરણ માં ગાળી.

એમના જીવન નું સર્વોચ્ચ શિખર ‘ઈચ્છા મૃત્યુ’ હતું. તેમની ઈચ્છા શ્રાવણ સુદ એકાદશીના દિવસે દેહત્યાગ કરવાની હતી. તેમના પિતાશ્રી પણ તે જ દિવસે મૃત્યુ પામેલા. તેથી ઈ.સ. ૧૯૫૭માં ૧૮ દિવસના ઉપવાસ કરી, ફક્ત જળ પર રહી દેહશુદ્ધિ કરી, શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી પાસે ભાગવતનું શ્રવણ કર્યું અને ભજન કીર્તન પવિત્ર વાતાવરણમાં એકાદશી ના દિવસે જ દેહત્યાગ કર્યો. મૃત્યુનો મહોત્સવ આખા ગામે ઉજવ્યો.

આવા બહુમુખી, પ્રતિભા વાન પુણ્યશાળી જીવન કથા આપણા સૌની પ્રેરણા દાયક છે. શ્રી મ.લા. ગાધી ઉચ્ચતર કેળવણી મંડળ એમ ને આ સુવર્ણ જયંતિ પ્રસંગે ભાવભીની અંજલિ અર્પે છે.

સંદર્ભ: પુરુષાર્થ ની પ્રતિમા,

લે. ભોગીલાલ ગાંધી

- ડૉ વીરેન્દ્ર એચ. ગાંધી